X
X

Fact Check: ઈશા અંબાણીની સંગીત સેરેમનીમાં ડાન્સ કરતા સલમાન ખાનનો જૂનો વીડિયો કલ્ચરલ સેન્ટરની ઈવેન્ટનો જણાવીને કરવામાં આવી રહ્યો છે શેર

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): તાજેતરમાં જ નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC)ના ઉદ્ઘાટનમાં બોલિવૂડથી લઈને હોલીવુડ હસ્તીઓ સામેલ થઈ હતી. આ ઈવેન્ટમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સે શાનદાર પરફોર્મન્સ આપ્યું હતું. આ ઈવેન્ટમાં સલમાન ખાન પણ હાજર રહ્યા હતા, જેના પછી તેમની ઘણી તસવીરો અને વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે. આની સાથે જોડીને તેમનો એક વીડિયો વાયરલ કરવામાં આવી રહ્યો છે, જેમાં સલમાન બેકગ્રાઉન્ડમાં ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સ આ વીડિયોને તાજેતરની NMACC ઇવેન્ટનો જણાવીને શેર કરી રહ્યાં છે. વિશ્વાસ ન્યૂઝે વાયરલ વીડિયોની તપાસ કરી અને દાવો ભ્રામક સાબિત થયો. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો વીડિયો NMACCનો નથી, પરંતુ મુકેશ અંબાણી અને નીતા અંબાણીની દીકરી ઈશા અંબાણીની સંગીત સેરેમનીનો છે. જેને હવે ખોટા દાવાની સાથે શેર કરવામાં આવી રહ્યો છે.

શું છે વાયરલ પોસ્ટમાં?

ફેસબુક યુઝર ‘ભારત આઈડિયા’એ વાયરલ વીડિયોને શેર કરતા લખ્યું છે, “બોલિવૂડ સ્ટાર સલમાન ખાન બેકગ્રાઉન્ડ ડાન્સર, નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના કાર્યક્રમ દરમિયાન સલમાન ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણીની પાછળ બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે જોવા મળી રહ્યા છે.”

યુઝર દ્વારા શેર કરવામાં આવેલી પોસ્ટના કન્ટેટને અહીં જેમ છે તેમ લખવામાં આવ્યું છે. પોસ્ટના આર્કાઇવ વર્ઝનને અહીં જોઈ શકાય છે.

તપાસ

વિશ્વાસ ન્યૂઝે વાયરલ દાવાની સત્યતા જાણવા માટે સૌથી પહેલા કીવર્ડ્સની મદદથી આ વિશે ગૂગલ પર ઓપન સર્ચ કર્યું. અમને આવા એક પણ સમાચાર મળ્યા નથી, જેનાથી એ પુષ્ટિ થઈ શકે સલમાન ખાને આવું કોઈ પરફોર્મસ ઈવેન્ટમાં આપ્યું હતું.

તપાસને આગળ વધારતા અમે ઇનવિડ ટૂલની મદદથી વીડિયોના કેટલાક ગ્રૅબ્સ કાઢ્યા. પછી તેને ગૂગલ લેન્સ ટૂલની મદદથી સર્ચ કર્યા. આ દરમિયાન અમને વાયરલ વીડિયો વિરલ ભાયાણીના વેરિફાઇડ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર 9 ડિસેમ્બર 2018ના રોજ અપલોડ થયેલો મળ્યો. વીડિયોમાં અનંત અંબાણી હાથમાં ગિટાર લઈને સ્ટેજ પર ‘કુછ કુછ હોતા હૈ’ ફિલ્મના ગીત ‘કોઈ મિલ ગયા’ પર રાધિકા મર્ચન્ટની સાથે સ્ટેજ પરફોર્મ કરી રહ્યા છે.

સર્ચ દરમિયાન અમને વાયરલ વીડિયો ફિલ્મીબીટની સત્તાવાર YouTube ચેનલ પર 10 ડિસેમ્બર 2018ના રોજ અપલોડ થયેલ મળ્યો. વીડિયોના ડિસ્ક્પ્શિનમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, વાયરલ વીડિયો ઈશા અંબાણીના લગ્નનો છે. અનંત અંબાણીના એક ડાન્સ પરફોર્મન્સના બેકગ્રાઉન્ડમાં સલમાન ખાન ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. બંનેએ ‘કુછ કુછ હોતા હૈ’ ના ગીત ‘કોઈ મિલ ગયા’ પર પરફોર્મ કર્યું હતું.

ગલ્ફ ન્યૂઝની વેબસાઈટ પર પણ વાયરલ વીડિયો સાથે સંબંધિત સમાચાર મળ્યા, જેને 10 ડિસેમ્બર 2018ના રોજ પ્રકાશિત કરવામાં આવ્યા હતા. સમાચારમાં આપવામાં આવેલી માહિતી મુજબ, સલમાન ખાન, શાહરૂખ ખાન અને આમિર ખાને ઉદયપુરમાં ઈશા અંબાણીના પ્રી-વેડિંગ બેશમાં ડાન્સ કર્યો હતો. સમાચારમાં વીડિયોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં શાહરૂખ ખાનને અંબાણી પરિવાર સાથે ડાન્સ કરતા જોઈ શકાય છે.

વાયરલ વીડિયો સાથે સંબંધિત અન્ય સમાચારોને અહીં જોઈ શકાય છે. અમારી અહીં સુધીની તપાસમાં એ વાત સ્પષ્ટ થાય છે કે સલમાન ખાનનો વાયરલ વીડિયો જૂનો છે. દૈનિક જાગરણ માટે મનોરંજન કવર કરનાર મુખ્ય સંવાદદાતા, સ્મિતા શ્રીવાસ્તવ સાથે સંપર્ક કર્યો, તેમની સાથે વાયરલ પોસ્ટની લિંક શેર કરી. તેમણે કહ્યું કે વીડિયો જૂનો છે.

અમે મુંબઈ સ્થિત વરિષ્ઠ ફિલ્મ પત્રકાર પરાગ છાપેકર સાથે પણ સંપર્ક કર્યો. તેમણે કહ્યું કે વીડિયો જૂનો છે. અત્યારનો નથી.

હર જીંદગીની વેબસાઈડ પર 5 એપ્રિલ 2023ના પ્રકાશિત સમાચારમાં જણાવવામાં આવ્યું, નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર એટલે કે NMACCનું 31 માર્ચના રોજ ખૂબ જ ભવ્ય ઉદ્ઘાટન થયું. આ દેશનું પ્રથમ એવું સેન્ટર છે, જ્યાં દેશના અનેક કલાકારો પોતાની કલાનું પ્રદર્શન કરી શકશે. આ ઈવેન્ટમાં બોલિવૂડથી લઈને હોલીવુડની હસ્તીઓ સામેલ થઈ હતી. બોલિવૂડના ઘણા સ્ટાર્સે આ ઈવેન્ટમાં શાનદાર પરફોર્મન્સ પણ આપ્યું હતું. પરંતુ અમને સલમાન ખાનના ડાન્સ સંબંધિત કોઈ સમાચાર મળ્યા નથી.

તપાસના અંતે અમે વીડિયોને ભ્રામક દાવાની સાથે શેરનાર પેજની તપાસ કરી. પ્રોફાઈલ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, પેજને 23 હજાર લોકો ફોલો કરે છે અને 23 હજાર લોકો તેને લાઈક કરે છે.

નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં સલમાન ખાનના NMACCમાં બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે ડાન્સ કરવાનો વાયરલ દાવો ભ્રામક સાબિત થયો. વીડિયો હાલના સમયનો નથી, પરંતુ ઈશા અંબાણીની સંગીત સેરેમનીનો છે. વીડિયોને તાજેતરનો જણાવીને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે.

  • Claim Review : નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના કાર્યક્રમમાં સલમાન ખાન બેકગ્રાઉન્ડ ડાન્સરની ભૂમિકામાં નજરે પડ્યો.
  • Claimed By : ફેસબુક યુઝર ભારત આઈડિયા
  • Fact Check : Misleading
Misleading
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later