X
X

Fact Check: વડોદરામાં યુવકને માર મારવાના વીડિયોને ખ્રિસ્તી યુવકના મોબ લિંચિંગના ખોટા દાવાની સાથે કરવામાં આવી રહ્યો છે વાયરલ

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): સોશિયલ મીડિયા પર વાયરલ એક વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે તે ભારતમાં ખ્રિસ્તી સમુદાયના લોકો પર કરવામાં આવી રહેલા હુમલા સાથે સંબંધિત છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે એક ખ્રિસ્તી વ્યક્તિને હિન્દુ સમુદાયના લોકોએ નિર્દયતાથી માર માર્યો હતો.

વિશ્વાસ ન્યૂઝની તપાસમાં આ દાવો ભ્રામક નિકળ્યો. વાયરલ વીડિયો ગુજરાતમાં થયેલી જૂની ઘટનાનો છે, જેને ભ્રામક દાવાની સાથે તાજેતરનો જણાવીને વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું છે વાયરલ?

સોશિયલ મીડિયા યુઝરElizabeth Thapa’એ વાયરલ વીડિયો (આર્કાઇવ લિંક)ને શેર કરતાં લખ્યું છે, ”Brutal attack on a Christian by a Hindu mob in India, A country where mob lynchings are on the rise.” (“ભારતમાં ખ્રિસ્તી પર હિન્દુ ટોળાનો હુમલો. એક દેશ જ્યાં મોબ લિંચિંગની ઘટનાઓ સતત વધી રહી છે.”)

કેટલાક અન્ય યુઝર્સે આ વીડિયોને સમાન દાવાની સાથે શેર કર્યો છે. સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર પણ કેટલાક અન્ય યુઝર્સે આ જ વીડિયોને સમાન દાવાની સાથે શેર કર્યો છે.

તપાસ

વાયરલ વીડિયોમાં કેટલાક લોકોને એક વ્યક્તિને નિર્દયતાથી માર મારતા જોઈ શકાય છે. વાયરલ વીડિયોના કી-ફ્રેમ્સને રિવર્સ ઇમેજ સર્ચ કરવા પર ઈન્ડિયન એક્સપ્રેસની વેબસાઈટ પર 23 ડિસેમ્બરના રોજ પ્રકાશિત રિપોર્ટ મળ્યો, જેમાં વીડિયોના સ્ક્રીનશૉટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

રિપોર્ટ સાથે આપવામાં આવેલી માહિતી અનુસાર, ગુજરાતના વડોદરામાં દલિત યુવકને માર મારવાના કેસમાં પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં સાત લોકો 24 વર્ષીય યુવક અલ્પેશ પરમાર (વણકર)ને માર મારી રહ્યા હતા. પોલીસે આ મામલે કાર્યવાહી કરતા પાંચ લોકોની ધરપકડ પણ કરી હતી.

ગુજરાતમાં કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પણ આ વીડિયોને શેર કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું.

https://twitter.com/jigneshmevani80/status/1605802553958051841

તપાસ દરમિયાન દિવ્ય ભાસ્કરમાં પણ 21 ડિસેમ્બરના રોજ પ્રકાશિત થયેલા સમાચાર મળ્યા, જેમાં પીડિત યુવકને દલિત જણાવવામાં આવ્યો છે.

કેટલાક અન્ય રિપોર્ટ્સમાં પણ આ ઘટનાનો ઉલ્લેખ છે, જેમાં પીડિત યુવકને દલિત જણાવવામાં આવ્યો છે. વાયરલ વીડિયો અંગે અમે જાગરણ ગુજરાતીના ડેપ્યુટી એડિટર રાજેન્દ્રસિંહ પરમારનો સંપર્ક કર્યો હતો. તેમણે કહ્યું, “આ ઘટનામાં પીડિત યુવક દલિત હતો.”

અમારી તપાસ પરથી સ્પષ્ટ થાય છે કે વાયરલ થઈ રહેલો વીડિયો ગુજરાતના વડોદરામાં થયેલ એક જૂની ઘટનાનો છે, જેમાં પીડિતા દલિત સમાજનો વ્યક્તિ હતો.

નિષ્કર્ષ: ગયા વર્ષે ગુજરાતના વડોદરામાં દલિત યુવકની સાથે થયેલ મારામારીની ઘટનાના વીડિયોને ભારતમાં ખ્રિસ્તી યુવકના મોબ લિંચિંગના ખોટા દાવાની સાથે શેર કરવામાં આવી રહ્યો છે.

  • Claim Review : ભારતમાં ખ્રિસ્તી યુવાનોનું મોબ લિંચિંગ
  • Claimed By : FB User-Elizabeth Thapa
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later