X
X

Fact Check : જ્યોર્જ સોરોસ અને તેમની પત્નીની તસવીરને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની દીકરીની જણાવીને કરવામાં આવી રહ્યો છે દુષ્પ્રચાર

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): અમેરિકન રોકાણકાર જ્યોર્જ સોરોસની ટિપ્પણી થયેલા વિવાદ પછી ભારતીય સોશિયલ મીડિયા યુઝર્સ એક તસવીરને વાયરલ કરતા દાવો કરી રહ્યા છે કે જ્યોર્જ સોરોસની સાથે જોવા મળી રહેલી મહિલા પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની પુત્રી છે.

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે આ તસવીર જ્યોર્જ સોરોસ અને તેમની પત્ની તામિકો બોલ્ટનની છે, જેને દુષ્પ્રચારના ઈરાદાથી પૂર્વ પીએમ મનમોહન સિંહની પુત્રી સાથે જોડીને શેર કરવામાં આવી રહી છે.

શું થઈ કહ્યું છે વાયરલ?

ફેસબુક યુઝર વિનય ત્યાગીએ 8 માર્ચ 2023ના રોજ વાયરલ પોસ્ટને શેર કરી છે. વાયરલ તસવીર પર લખેલું છે, “કોંગ્રેસીઓ અને મનમોહન સિંહજી તમારા બધાના નરેન્દ્ર મોદીજીના વિરોધી અમેરિકન ઉદ્યોગપતિ જ્યોર્જ સોરોસ સાથે શું સંબંધ છે???

ભારતની કેન્દ્રીય કોંગ્રેસ પાર્ટીની સરકારના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની દીકરી ભારતમાં નરેન્દ્ર મોદીજી વિરુદ્ધ કામ કરનાર જ્યોર્જ સોરોસ સાથે વાંધાજનક સ્થિતિમાં, શું દેશ વિરુદ્ધમાં મનમોહન સિંહની દીકરી આટલી હદે નીચે જતી રહી છે, વિચારવા જેવી વાત છે- મોદીજી એટલા માટે જ કહેતા હતા કે બાથરૂમમાં રેઈનકોટ પહેરીને નહાતા હતા – મનમોહન? શું કારણ – આ ફંડ ભારત આવવાના રસ્તા” Why is it!? George Soros + Monmohan Daughter. (કન્ટેન્ટને પોસ્ટમાં જેમ છે તેમ જ લખવામાં આવ્યું છે.)

પોસ્ટના આર્કાઇવ વર્ઝનને અહીં જુઓ. અન્ય યુઝર્સ પણ આ દાવાને સાચો માનીને શેર કરી રહ્યા છે.

તપાસ

વાયરલ તસવીરની સત્યતા જાણવા માટે અમે ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજ દ્વારા સર્ચ કર્યો. આ દરમિયાન અમને વાયરલ તસવીર ટેલિગ્રાફના એક રિર્પોટમાં મળી. રિર્પોટને 13 ઓગસ્ટ 2012ના રોજ પ્રકાશિત કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર, વાયરલ તસવીર જ્યોર્જ સોરોસ અને તેમની થનાર પત્ની તામિકો બોલ્ટનની છે.

તપાસ દરમિયાન અમને વાયરલ તસવીર ન્યૂયોર્ક ટાઈમ્સમાં 12 ઓગસ્ટ 2012ના રોજ પ્રકાશિત થયેલા રિર્પોટમાં પણ મળી. આપવામાં આવેલી માહિતી મુજબ, જ્યોર્જ સોરોસે તેમના 82માં જન્મદિવસ પર તામિકો બોલ્ટન સાથે લગ્ન કરવાની જાહેરાત કરી હતી. તામિકો બોલ્ટન પહેલા જ્યોર્જ સોરોસે બે લગ્ન કર્યા હતા.

cnbcમાં 22 સપ્ટેમ્બર 2013ના રોજ પ્રકાશિત એક રિર્પોટના મુજબ, જ્યોર્જ સોરોસે તેમનાથી 42 વર્ષ નાની તામિકો બોલ્ટન સાથે લગ્ન કર્યા હતા.

અમારી અત્યાર સુધીની તપાસથી સ્પષ્ટ થાય છે કે જ્યોર્જ સોરોસ સાથેની તસવીરમાં દેખાઈ રહેલી મહિલા તેમની પત્ની તામિકો બોલ્ટન છે. તપાસને આગળ વધારતા અમે પૂર્વ પીએમ મનમોહન સિંહની પુત્રી વિશે સર્ચ કરવાનું શરૂ કર્યું. સર્ચમાં અમને જાણવા મળ્યું કે તેમને ત્રણ દીકરીઓ છે. તેમની મોટી પુત્રી ઉપિન્દર સિંહ એક ઈતિહાસકાર છે. તેમની બીજી પુત્રી દમન સિંહ લેખક છે અને તેમની ત્રીજી પુત્રી અમૃત સિંહ વકીલ છે.

વધુ વિગતો માટે અમે કોંગ્રેસના પ્રવક્તા અભિમન્યુ ત્યાગી સાથે સંપર્ક કર્યો. તેમણે કહ્યું કે આ તસવીર પૂર્વ પીએમ મનમોહનની છબીને ખરાબ કરવા માટે ષડયંત્ર તરીકે ઉપયોગ કરવામાં આવી રહી છે.

આ ખોટી પોસ્ટને ઘણા લોકોએ શેર કરી, જેમાંથી એક છે, ફેસબુક યુઝર વિનય ત્યાગી, જેમની પોસ્ટ અમે તપાસ કરી. યુઝરના ફેસબુક પર 14058 ફોલોઅર્સ છે. પ્રોફાઇલને સ્કેન કર્યા પછી અમને જાણવા મળ્યું કે યુઝર એક વિચારધારાથી પ્રભાવિત છે. પ્રોફાઇલ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, યુઝર નવી દિલ્હીનો રહેવાસી છે.

નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે જ્યોર્જ સોરોસની વાયરલ તસવીરને લઈને કરવામાં આવી રહ્યો દાવો ખોટો છે. જ્યોર્જ સોરોસ સાથે જોવા મળી રહેલી મહિલા તેમની પત્ની તામિકો બોલ્ટન છે, જેને હવે દુષ્પ્રચારના ઈરાદાથી ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહી છે.

  • Claim Review : જ્યોર્જ સોરોસ અને પૂર્વ પીએમ મનમોહન સિંહની પુત્રીની તસવીર
  • Claimed By : ફેસબુક યુઝર વિનય ત્યાગી
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later