X
X

Fact Check: વિશ્વના સૌથી સુંદર હાથીના નામે વાયરલ થઈ રહેલી તસવીર અસલી નથી, ડિજિટલ ટૂલ્સની મદદથી કરવામાં આવી છે તૈયાર

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): સોશિયલ મીડિયા પર એક હાથીના બચ્ચાની તસવીરને ઝડપથી વાયરલ કરવામાં આવી રહી છે. તસવીરને શેર કરી દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વિશ્વનો સૌથી સુંદર હાથી છે.

વિશ્વાસ ન્યૂઝે વાયરલ પોસ્ટની તપાસ કરી અને દાવો નકલી નીકળ્યો. વાયરલ તસવીરમાં દેખાઈ રહેલા હાથીનો ફોટો ડિજિટલ આર્ટવર્ક છે, જેને ખોટા દાવાની સાથે શેર કરવામાં આવી રહ્યો છે.

શું છે વાયરલ પોસ્ટમાં?

ફેસબુક યુઝર Sandeep Ugaleએ 13 માર્ચે ફોટો શેર કર્યો અને સાથે લખ્યું, “ખૂબ સુંદર, વિશ્વના સૌથી સુંદર હાથીને મળો.”

પોસ્ટની ઉપર અંગ્રેજીમાં લખેલું છે. જેનું ગુજરાતી અનુવાદ છેઃ વિશ્વનો સૌથી સુંદર હાથી છે.

સોશિયલ મીડિયામાં અન્ય યુઝર્સ આ પોસ્ટ સાથે સમાન દાવાઓ શેર કરી રહ્યા છે. પોસ્ટના આર્કાઇવ વર્ઝનને અહીં જોઈ શકાય છે .

તપાસ

વાયરલ દાવાની તપાસ માટે અમે સંબંધિત કીવર્ડ્સ (સૌથી સુંદર હાથી / વિશ્વનો સૌથી સુંદર હાથી)થી સર્ચ કર્યું. અમને દાવા સાથે સંબંધિત કોઈપણ પોસ્ટ અથવા સમાચાર નથી મળ્યા. અહીંથી અમે અમારી તપાસ આગળ વધારી અને તસવીરને ગૂગલ લેન્સ દ્વારા સર્ચ કરી. અમને આ તસવીર “Tech 4 Peace التقنية من اجل السلام” નામના સત્તાવાર ફેસબુક પેજ પર 27 જૂન 2019 શેર કરેલ મળી. તસવીરને સાથે લખવામાં આવ્યું હતું, “ફેક પોસ્ટ: વાદળી આંખોવાળા હાથીની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતાની સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, ‘આ હાથીને વિશ્વના સૌથી સુંદર હાથી તરીકે વર્ગીકૃત કરવામાં આવેલ છે!!’

વાસ્તવમાં આ ગ્રાફિક તસવીરો ફિલ્મ ‘ડમ્બો’ની છે, જેને પ્રખ્યાત કંપની ડિઝની દ્વારા બનાવવામાં આવી હતી.

અમને વાયરલ તસવીરો imdb.comની વેબસાઈટ પર પણ મળી. અહીં વાયરલ તસવીરોની સાથે સાથે અન્ય ઘણી તસવીરો પણ હાજર છે. તેને ‘ડમ્બો’ ફિલ્મની કહેવામાં આવી હતી.

અમને ‘TheCGBros’ નામની વેરિફાઈડ YouTube ચેનલ પર 23 નવેમ્બર 2019ના રોજ એક વીડિયો અપલોડ કરેલ મળ્યો. વીડિયોમાં જણાવવામાં આવ્યું છે કે કેવી રીતે ટૂલ્સની મદદથી હાથીને બનાવવામાં આવ્યો છે.

વધુ માહિતી માટે અમે ગ્રાફિક ડિઝાઇન એક્સપર્ટ ઓમ પ્રકાશ સાથે સંપર્ક કર્યો. અમે વાયરલ પોસ્ટને તેમની સાથે શેર કરી. તેમણે અમને જણાવ્યું કે વાયરલ દાવો ખોટો છે. તસવીરને સોફ્ટવેર દ્વારા બનાવવામાં આવી છે. આ અસલી હાથી નથી.

તપાસના છેલ્લા તબક્કામાં ફેસબુક યુઝર Sandeep Ugaleનું સોશિયલ સ્કેનીંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન અમને જાણવા મળ્યું કે ફેસબુક પર યુઝરને 331 લોકો ફોલો કરે છે.

નિષ્કર્ષ: વિશ્વના સૌથી સુંદર હાથીના નામે વાયરલ થઈ રહેલ દાવો વિશ્વાસ ન્યૂઝની તપાસમાં ખોટો નીકળ્યો. તસવીરોમાં દેખાઈ રહેલો હાથી અસલી નથી. આ ‘ડમ્બો’ ફિલ્મ માટે બનાવવામાં આવેલ એક કોમ્પ્યુટર પાત્ર છે જેને લોકો હવે અસલી માનીને શેર કરી રહ્યા છે.

  • Claim Review : વિશ્વનો સૌથી સુંદર હાથી.
  • Claimed By : Sandeep Ugale
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later