X
X

Fact Check: તનિષ્ક નથી આપી રહ્યું વેલેન્ટાઈન ડે પર ગિફ્ટ, વાયરલ પોસ્ટ છે ફેક

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): સોશિયલ મીડિયા પર જ્વેલરી બ્રાન્ડ તનિષ્કના નામે એક પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે. પોસ્ટમાં એક લિંક પણ આપવામાં આવી છે, જેને શેર કરી દાવો કરવામાં આવી રહ્યો છે કે તનિષ્ક વેલેન્ટાઈન ડેની ઉજવણી માટે એક હજાર લક્કી કસ્ટમરને ગિફ્ટ આપી રહ્યું છે. ઘણા યુઝર્સ આને સાચું માનીને વાયરલ કરી રહ્યા છે. વિશ્વાસ ન્યૂઝે વાયરલ પોસ્ટની તપાસ કરી અને જાણવા મળ્યું કે વાયરલ દાવો ખોટો છે. જ્વેલરી બ્રાન્ડ તનિષ્ક તરફથી વેલેન્ટાઈન ડે પર આવી કોઈ ગિફ્ટ નથી આપવામાં આવી રહી. ફિશિંગ લિંક ખોટા દાવાની સાથે વાયરલ થઈ રહી છે.

શું છે વાયરલ પોસ્ટમાં?

ફેસબુક યુઝર સુધારાણી એનજીએસએ 14 ફેબ્રુઆરીએ વાયરલ પોસ્ટ શેર કરી છે. પોસ્ટમાં લખ્યું છે, “તનિષ્ક વેલેન્ટાઈન ડે ગિફ્ટ. વેલેન્ટાઈન ડેની ઉજવણી માટે અમે 1000 લક્કી કસ્ટમરને ગિફ્ટ આપી રહ્યા છીએ.” પોસ્ટમાં એક લિંક પણ આપવામાં આવી છે.

સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સે આ પોસ્ટને શેર કરી છે. વાયરલ પોસ્ટની આર્કાઇવ લિંકને અહીં પર જોઈ શકાય છે.

તપાસ

વેલેન્ટાઈન ડે પર તનિષ્ક સાથે જોડીને વાયરલ કરવામાં આવી રહેલી લિંકની તપાસ માટે અમે ગૂગલ સર્ચની મદદ લીધી. અમને દાવા સાથે સંબંધિત કોઈ પણ રિપોર્ટ નથી મળ્યો. તપાસને આગળ વધારતા અમે તનિષ્કની વેબસાઈટમાં શોધવાનું શરૂ કર્યું. અમને આવી કોઈ ઓફરની માહિતી નથી મળી.

તનિષ્ક એક ફેમસ જ્વેલરી બ્રાન્ડ છે, જો તેના તરફથી આવી કોઈ ગિફ્ટ આપવામાં આવશે તો તે આ અંગેની પોસ્ટ તેના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ પર જરુર શેર કરશે . એટલા માટે અમે તનિષ્કના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પણ સર્ચ કર્યુ, પરંતુ અમને વાયરલ દાવા સંબંધિત કોઈ પોસ્ટ મળી નથી. અમને તનિષ્કના ફેસબુક પેજ પર તાજેતરની ઓફર સંબંધિત એક પોસ્ટ મળી. પોસ્ટ મુજબ, તનિષ્ક સોના અને ડાયમંડની જ્વેલરીના મેકિંગ ચાર્જ પર 20 ટકાની છૂટ ઓફર કરી રહ્યું છે.

સર્ચ દરમિયાન અમને તનિષ્ક દ્વારા કરવામાં આવેલ એક ટ્વિટ મળ્યું. હકીકતમાં એક ટ્વિટર યુઝરે તનિષ્કને ટેગ કરીને વાયરલ પોસ્ટ વિશે પૂછ્યું છે. 14 ફેબ્રુઆરી 2023ના રોજ ટ્વીટનો જવાબ આપતા તનિષ્કે લખ્યું છે, “વેલેન્ટાઈન ડેના અવસર પર તનિષ્ક તરફથી ગિફ્ટ આપવાનો ફેક દાવો કરવામાં આવી રહ્યો છે. અમે લોકોને આ અસુવિધા માટે માફી માંગીએ છીએ.”

https://twitter.com/i_am_indian2911/status/1625432460787056640

અમારી અહીંયા સુધીની તપાસમાં એ વાત તો સ્પષ્ટ થઈ કે તનિષ્ક તરફથી વેલેન્ટાઈન ડે પર આવી કોઈ ગિફ્ટ આપવામાં આવી રહી નથી. તપાસને આગળ વધારતા અમે પોસ્ટમાં આપેલી લિંકની તપાસ કરી. અમે આપેલ લિંક પર ક્લિક કર્યું. લિંક ખોલતા જ લખેલું આવ્યું કે આ સાઈટ સુરક્ષિત નથી.

વાયરલ દાવાને લઈને અમે ભારતીય સાયબર આર્મીના અધ્યક્ષ અને ભારતીય પોલીસના સાયબર ક્રાઈમ સલાહકાર કિસલય ચૌધરીનો સંપર્ક કર્યો. તેમની સાથે વાયરલ લિંકને શેર કરી. તેમણે કહ્યું કે આ ફિશિંગ લિંક છે. આવી કોઈપણ લિંક પર ક્લિક ન કરો.

તમને જણાવી દઈએ કે આ પહેલી વાર નથી, જ્યારે તનિષ્ક અથવા કોઈ અન્ય બ્રાન્ડને લઈને આવી પોસ્ટ વાયરલ થઈ હોય. પહેલા પણ આવી ઘણી લિંક શેર કરવામાં આવી ચૂકી છે, જેની તપાસ વિશ્વાસ ન્યૂઝે કરી હતી. તમે અમારી આ ફેક્ટ ચેક સ્ટોરીને અહીં વાંચી શકો છો.

તપાસના અંતમાં અમે આ પોસ્ટને શેર કરનાર યૂઝર્સની તપાસ કરી. તપાસમાં જાણવા મળ્યું કે યુઝર બેંગ્લોરનો રહેવાસી છે. યુઝરને 2 હજારથી વધુ લોકો ફોલો કરે છે.

નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં તનિષ્ક દ્વારા વેલેન્ટાઈન ડે ગિફ્ટ આપવાનો વાયરલ દાવો ખોટો સાબિત થયો. તનિષ્કે પોતે ટ્વીટ કરીને વાયરલ પોસ્ટને ફેક ગણાવી છે. યુઝર્સને સલાહ આપવામાં આવે છે કે આવી કોઈપણ લિંક પર ક્લિક ન કરો.

  • Claim Review : તનિષ્ક વેલેન્ટાઈન ડેની ઉજવણી માટે 1000 નસીબદાર ગ્રાહકોને ભેટ આપી રહ્યું છે.
  • Claimed By : Sudharani N GS
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later