X
X

Fact Check: વાયરલ તસવીરમાં પંડિત જવાહરલાલ નેહરુની સાથે એડવિના નથી, તસવીર ફેક દાવા સાથે વાયરલ

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): સોશિયલ મીડિયા પર ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુની એક તસવીર વાયરલ કરવામાં આવી રહી છે. વાયરલ તસવીરને શેર કરી દાવા કરવામાં આવી રહ્યો છે કે આ તસવીરમા પંડિત નેહરુ સાથે જોવા મળી રહેલી મહિલાનું નામ એડવિના છે. ઘણા યુઝર્સ આ દાવાને સાચા માનીને તસવીરને શેર કરી રહ્યા છે.

વિશ્વાસ ન્યૂઝની તપાસમાં આ દાવો ખોટો સાબિત થયો છે. સોશિયલ મીડિયા પર વાયરલ તસવીરમાં પંડિત નેહરુ સાથે માઉન્ટબેટનની પત્ની એડવિના નહીં, પરંતુ તત્કાલીન બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનરની પત્ની સિમોન છે.

શું થઈ રહ્યું છે વાયરલ

ફેસબુક યુઝર ‘અસીસ દુબે’એ 9 ફેબ્રુઆરીએ એક તસવીરને શેર કરતા લખ્યું છે, “જ્યારે ભગત સિંહ, ચંદ્રશેખર આઝાદ, નેતાજી સુભાષ ચંદ્ર બોઝ દેશ માટે બલિદાન આપી રહ્યા હતા, ત્યારે નહેરુ એડવિનાની સાથે ગુલછરે ઉડાડી રહ્યા હતા.”

સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સે આ તસવીરને સમાન દાવાની સાથે શેર કરી છે. આ પોસ્ટના આર્કાઇવ વર્ઝનને અહીં ક્લિક કરીને જોઈ શકાય છે .

તપાસ

વિશ્વાસ ન્યુઝે વાયરલ તસવીરની સત્યતા જાણવા માટે ગૂગલ લેન્સનો ઉપયોગ કર્યો. અમને વાયરલ તસવીર ઘણી જગ્યાએ અપલોડ મળી. thehindu.comની વેબસાઇટ પર 21 જાન્યુઆરી 2012ના રોજ પ્રકાશિત થયેલા આર્ટિકલમાં વાયરલ તસવીર જોવા મળી. ધ હિન્દુનો આ આર્ટિકલ ભારતના પ્રખ્યાત ફોટો જર્નાલિસ્ટ હોમાઈ વ્યારાવાલા પર આધારિત હતો. તમને જણાવી દઈએ કે હોમાઈ વ્યારાવાલાને ભારતની પ્રથમ મહિલા ફોટો જર્નાલિસ્ટ માનવામાં આવે છે. અહીં તસવીર સાથે માહિતી આપવામાં આવી હતી, “Prime Minister Nehru with Mrs. Simon, the wife of the British Deputy High Commissioner, on board the first BOAC flight in India. Photos courtesy: HomaiVyarawalla archive,Alkazi Collection ofPhotography।” (ગુજરાતી અનુવાદ: બ્રિટિશ ડેપ્યુટી હાઇ કમિશનરની પત્ની શ્રીમતી સિમોનની સાથે વડાપ્રધાન નેહરુ ભારતમાં પ્રથમ BOAC ઉડાન પર.)

સર્ચ દરમિયાન અમને homegrown.co.inની વેબસાઈટ પર એક આર્ટિકલમાં ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુની ઘણી તસવીરો મળી. 8 જૂન 2021ના રોજ પ્રકાશિત થયેલા આર્ટિકલમાં વાયરલ તસવીર સાથે કેપ્શનમાં લખ્યું છે, ‘એક બ્રિટિશ રાજદ્વારીની પત્નીની સિગારેટ સળગાવતા નેહરુ.’ આ રિર્પોટને અહીં ક્લિક કરીને જોઈ શકાય છે. અહીં તસવીરનું ક્રેડિટ અલ્કાઝી કલેક્શન ઓફ ફોટોગ્રાફી, હોમાઈ વ્યારાવાલા આર્કાઇવ્ઝને આપવામાં આવ્યું હતું.

અમને પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો, મુંબઈની સાઇટ પર 16 જાન્યુઆરી 2012નો એક લેખ મળ્યો. આ લેખ હોમાઈ વ્યારાવાલાના નિધન પછી લખવામાં આવ્યો હતો. આ લેખની શરૂઆતમાં જ પંડિત નેહરુની આ પ્રસિદ્ધ તસવીરનો ઉલ્લેખ કરીને હોમાઈ વ્યારાવાલાને યાદ કરવામાં આવી રહ્યા છે. આ લેખને અહીં ક્લિક કરીને જોઈ શકાય છે.

પહેલા પણ આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ચૂકી છે. વિશ્વાસ ન્યૂઝની તપાસને અહીં વાંચી શકાય છે.

વિશ્વાસ ન્યૂઝે આ મામલે કોંગ્રેસના સચિવ પ્રણવ ઝાનો સંપર્ક કર્યો. તેમણે જણાવ્યું કે આ પંડિત નહેરુની પ્રખ્યાત તસવીર છે અને આમાં એડવિના નહીં, પરંતુ શ્રીમતી સિમોન છે. આ તસવીર હોમાઈ વ્યારાવાલાએ લીધી હતી. દરેક જાણે છે કે આ તસવીરમાં પંડિત નહેરૂની સાથે એડવિના નહીં, પરંતુ બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનરની પત્ની સિમોન છે.

તપાસના અંતે અમે આ તસવીર શેર કરનાર યુઝરનું સોશિયલ સ્કેનીંગ કર્યું. સ્કેનિંગમાં જાણવા મળ્યું કે યુઝર ગોરખપુરનો રહેવાસી છે. ફેસબુક પર યુઝરના 4 હજારથી વધુ ફ્રેન્ડ્સ છે.

નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં પંડિત જવાહરલાલ નેહરુની તસવીરને લઈને કરવામાં આવી રહેલો દાવો ખોટો નિકળ્યો. તસવીરમાં પંડિત નેહરુની સાથે માઉન્ટબેટનની પત્ની એડવિના નહીં, પરંતુ તત્કાલિન બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનરની પત્ની સિમોન છે.

  • Claim Review : આ તસવીરમાં પંડિત નેહરુ સાથે દેખાતી મહિલાનું નામ એડવિના છે.
  • Claimed By : ફેસબુક યુઝર- અસીસ દુબે
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later