Fact Check: UAEના શહેરનું નામ ‘અલ હિન્દ’ રાખવાની પાછળ નથી હિન્દુસ્તાન સાથે કોઈ લેવા-દેવા
- By: Umam Noor
- Published: Feb 10, 2023 at 11:01 AM
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): સંયુક્ત આરબ અમીરાતના શહેર દુબઈના શાસક અને દેશના વડાપ્રધાન શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતુમે તાજેતરમાં દુબઈના એક જિલ્લા અલ મિન્હાદનું નામ બદલીને હિન્દ સિટી કરી દીધું છે. ત્યાર પછી સોશિયલ મીડિયા પર હાજર કેટલાક યૂઝર્સ એવો દાવો કરી રહ્યાં છે કે હિન્દુસ્તાન અને હિન્દુઓના સન્માનમાં શહેરનું નામ અલ હિન્દ રાખવામાં આવ્યું છે.
વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ કરવામાં આવી રહેલો દાવો ખોટો છે. ‘અલ હિન્દ’ શહેરનું નામ બદલવા પાછળ ભારત સાથે કોઈ કનેક્શન નથી.
શું છે વાયરલ પોસ્ટમાં?
ફેસબુક યુઝરે વાયરલ પોસ્ટને શેર કરતા લખ્યું, ‘દુબઈના શાસક અને સંયુક્ત આરબ અમીરાતના પીએમ શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતુમે આદેશ આપ્યો છે કે અમીરાતના એક જિલ્લાનું નામ બદલવામાં આવે. માનવતા પ્રત્યે ભારત અને હિન્દુઓના યોગદાનને સમ્માનિત કરવા માટે અલ મિન્હાદ અને તેની આસપાસનો 84 ચોરસ કિમી વિસ્તારને હવે ‘હિન્દ સિટી’ તરીકે ઓળખવામાં આવશે.’
પોસ્ટના આર્કાઇવ વર્ઝનને અહીં જુઓ
તપાસ
અમારી તપાસને શરૂ કરતાની સાથે અમે સૌથી પહેલા ન્યૂઝ સર્ચ કર્યા. સર્ચમાં અમને ખલીજ ટાઈમ્સના 29 જાન્યુઆરી 2023ના સમાચાર મળ્યા. સમાચારમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, ‘યુએઈના ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાન અને દુબઈના શાસક શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મક્તૂમે રવિવારે દુબઈમાં હિન્દ શહેરની જાહેરાત કરી. દુબઈના શાસક દ્વારા જારી કરાયેલા નિર્દેશો અનુસાર, અલ મિન્હાદ વિસ્તાર અને તેની આસપાસના વિસ્તારોનું નામ બદલીને ‘હિન્દ સિટી’ કરવામાં આવ્યું છે.’
ગલ્ફ ન્યૂઝના 29 જાન્યુઆરીના સમાચાર અનુસાર, “યુએઈના ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાન અને દુબઈના શાસક શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતુમે અલ મિન્હાદ વિસ્તાર અને તેની આસપાસના વિસ્તારનું નામ બદલીને ‘હિન્દ સિટી’ કરવાનો નિર્દેશ જારી કર્યો છે,” આ સમાચારમાં અમને કયાંય પણ ભારત અને હિન્દુઓના યોગદાનને સન્માનિત કરતા શહેરનું નામ બદલવા જેવું કંઈ નથી મળ્યું.
જારી કરાયેલ પ્રેસ રિલીઝમાં પણ અમને ‘અલ હિન્દ’ નામ રાખવાની પાછળ કોઈ ભારત કનેક્શન નથી મળ્યું.
અમીરાતના અલ બયાન ન્યૂઝ અનુસાર , ‘UAEના વડાપ્રધાન શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતુમે અલ મિન્હાદ શહેરનું નામ બદલીને ‘હિન્દ સિટી’ કરવાની જાહેરાત કરી છે. સમાચારમાં અહીં એ પણ જણાવવામાં આવ્યું છે કે મોહમ્મદ બિન રાશિદ અલ મકતુમની પહેલી પત્નીનું નામ મહામહિમ શેખા હિન્દ બિન્ત મકતુમ બિન જુમા અલ મકતુમ છે અને શક્ય છે કે આ નામ તેમના સમ્માનમાં રાખવામાં આવ્યું હોય.
દુબઈના અલ એન ન્યૂઝના એડિટર-ઈન-ચીફ અહેમદ સઈદનો સંપર્ક કર્યો અને તેમની સાથે વાયરલ પોસ્ટ શેર કરી. તેઓએ અમને જણાવ્યું, ‘મોહમ્મદ બિન રાશિદ અલ મકતુમની પ્રથમ પત્નીનું નામ મહામહિમ શેખા હિન્દ બિન્ત મકતુમ બિન જુમા અલ મકતુમ છે અને શહેરનું નામ તેમને સમ્માનમાં આપવા રાખવામાં આવ્યું. જોકે, જો તેને ભારતના સન્માનમાં રાખવામાં આવ્યું હોત તો શેખે પોતે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર તેની પુષ્ટિ કરી હોત અને સરકાર દ્વારા પણ તેની પુષ્ટિ થઈ હોત. પરંતુ નામ બદલવા પાછળનું શું કારણ છે તે નથી જણાવવામાં આવ્યું.’
વાયરલ પોસ્ટ સંબંધિત પુષ્ટિ માટે અમે ટ્વિટર દ્વારા અમીરાતની પત્રકાર સાનિયા અઝીઝનો સંપર્ક કર્યો અને તેમણે અમને કહ્યું, ‘નામ શા માટે બદલવામાં આવ્યું છે તે અંગે સરકારે કોઈ સ્પષ્ટતા નથી કરી. જો ભારતને સન્માન આપવા માટે શહેરનું નામ રાખવામાં આવ્યું હોત તો તેના સમાચાર ચોક્કસ આપવામાં આવ્યા હોત.’
નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ કરવામાં આવી રહેલો દાવો ખોટો છે. ‘અલ હિન્દ’ શહેરનું નામ બદલવા પાછળ ભારત સાથે કોઈ કનેક્શન નથી.
- Claim Review : હિન્દુસ્તાન અને હિન્દુઓના માનમાં આ શહેરનું નામ અલ હિંદ રાખવામાં આવ્યું હતું.
- Claimed By : Prashanth Kambattalli
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.