ફેક્ટ ચેક : દક્ષિણ આફ્રિકાના જંગલોમાં સિંહનો વીડિયો કેટલાક લોકો મધ્યપ્રદેશનો હોવાનો દાવો કરીને કરી રહ્યા છે વાયરલ
- By: Ashish Maharishi
- Published: Dec 21, 2022 at 05:49 PM
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર સિંહનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં બબ્બર સિંહ જોઈ શકાય છે. સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સ આ વીડિયોને મધ્યપ્રદેશના ધાર જિલ્લાના પિંપરીનો જણાવીને વાયરલ કરી રહ્યા છે. વિશ્વાસ ન્યૂઝે વાયરલ પોસ્ટની હકીકત તપાસી. આ તપાસમાં જાણવા મળ્યું છે કે વાયરલ વીડિયો સાથે કરવામાં આવેલો દાવો સંપૂર્ણપણે પાયાવિહોણો છે. ભારતમાં સિંહો માત્ર ગુજરાતના ગીરના જંગલોમાં જોવા મળે છે. આ વીડિયો સાઉથ આફ્રિકાનો છે.
શું છે વાયરલ પોસ્ટમાં ?
ફેસબુક યુઝર મોહન નારવારિયાએ 15 ડિસેમ્બરના રોજ 23 સેકન્ડનો એક વીડિયો શેર કર્યો હતો. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે પિંપરી બાગમાં સિંહ જોવા મળ્યા.
આ પોસ્ટની હકિકત જેમ છે તેમ અહીં રજૂ કરવામાં આવી છે. આ પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં ક્લિક કરીને જોઈ શકાય છે.
તપાસ
વાયરલ વીડિયોની સત્યતા જાણવા માટે વિશ્વ ન્યૂઝે તેને પ્રથમ ઇનવિડ ટૂલમાં અપલોડ કર્યો અને સર્ચ ગ્રેબ્સ કાઢ્યા પછી તેમને ગૂગલ રિવર્સ ઇમેજ અને યાન્ડેક્સ ટૂલમાં અપલોડ કર્યા અને સર્ચ કર્યું. અમને 27 ઑક્ટોબર 2020 ના રોજ Sabi Sabi Reserve નામની YouTube ચેનલ પર અપલોડ કરવામાં આવેલો ઓરિજીનલ વીડિયો મળ્યો. આ ઓરિજીનલ વિડિયો અહીં જોઈ શકાય છે.
ગૂગલ સર્ચ પર અમને ખબર પડી કે સાબી સબી રિઝર્વ આફ્રિકામાં આવેલું છે. આ દક્ષિણ આફ્રિકામાં એક ખાનગી ગેમ રિઝર્વ પાર્ક છે. આ વિશે વધુ માહિતી અહીં જોઈ શકો છો.
વાયરલ વીડિયો અંગે વિશ્વાસ ન્યુઝે ધારના નાયદુનિયાના બ્યુરો ચીફ પ્રેમ વિજય પાટીલનો સંપર્ક કર્યો હતો. તેની સાથે વાયરલ વીડિયો શેર કર્યો હતો. માહિતી આપતાં તેમણે જણાવ્યું કે ધાર જિલ્લામાં ક્યાંય સિંહની હાજરી નથી. વાયરલ પોસ્ટ સંપૂર્ણપણે નકલી છે.
તપાસ બાદ હવે ફેક પોસ્ટ કરનાર યુઝરની તપાસ કરી. તેમાં જાણવા મળ્યું કે ફેસબુક યુઝર મોહન નારવારિયા પત્રકાર છે. તે ઈન્દોરનો રહેવાસી છે.
નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝે તપાસ કરતાં જાણવા મળ્યું કે દક્ષિણ આફ્રિકાના જંગલોમાં સિંહનો વીડિયો કેટલાક લોકો મધ્યપ્રદેશનો હોવાનો દાવો કરીને શેર કરી રહ્યા છે. જ્યારે ભારતમાં સિંહો માત્ર ગીરના જંગલોમાં જ જોવા મળે છે. આ વાયરલ થઈ રહેલો વીડિયો ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવ્યો છે.
- Claim Review : ફસબુક યુઝર મોહન નારવારિયા
- Claimed By : ધારમાં સિંહ
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.