ફેક્ટ ચેક : રાહુલ ગાંધીની શેડ્યૂલ બુક વાંચતી કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની ફોટો એડિટ કરીને કરવામાં આવ્યો વાયરલ
- By: Pragya Shukla
- Published: Nov 4, 2022 at 12:22 PM
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): હાલમાં સોશિયલ મીડિયા એપ્સ પર દરરોજ હજારો ફોટો અને વીડિયો વાયરલ થાય છે. ત્યારે કેટલાક એવા પણ ફોટો અને વીડિયો હોય છે કે જેને ખોટી રીતે અને ખોટા દાવા સાથે શેર કરવામાં આવે છે. તો કેટલીક વખત તો ફોટાને એડિટ કરીને ભ્રામક માહિતી સાથે શેર કરવામાં આવે છે. ત્યારે હાલમાં જ એક એવી ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની એક પુસ્તક વાંચતી તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. પુસ્તક પર રાહુલ ગાંધીની તસવીર છે અને લખેલું છે – રાહુલ ગાંધીની દિનચર્યા 2022-2023. સોશિયલ મીડિયા યુઝર્સ આ તસવીરને રાહુલ ગાંધીની ભારત મુલાકાત સાથે જોડી રહ્યા છે અને તેની અસર જણાવી રહ્યા છે.
વિશ્વાસ ન્યુઝની તપાસમાં વાયરલ થયેલો દાવો ખોટો નીકળ્યો. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની તસવીર એડિટ કરવામાં આવી છે. મૂળ તસવીરમાં તે પીએમ મોદી સાથે જોડાયેલ પુસ્તક વાંચતી જોવા મળી રહી છે.
શું છે વાયરલ પોસ્ટમાં?
વાયરલ ફોટો શેર કરતા ફેસબુક યુઝર કન્હૈયાલાલ મેઘવાલે કેપ્શનમાં લખ્યું, “કર્મ મોટું છે, દુશ્મન પણ તે વ્યક્તિને વાંચવા લાગે છે!”
સોશિયલ મીડિયા પર અન્ય યુઝર્સ આ પોસ્ટ સમાન દાવાઓ સાથે શેર કરી રહ્યા છે. પોસ્ટનું આર્કાઇવ કરેલ સંસ્કરણ અહીં જુઓ..
તપાસ
આ વાયરલ થઈ રહેલા ફોટાનું સત્ય જાણવા માટે અમે ગૂગલ રિવર્સ ઈમેજ દ્વારા ફોટો સર્ચ કર્યો. જેમાં અમને 18 સપ્ટેમ્બર 2022 ના રોજ મોરંગ એક્સપ્રેસના અહેવાલમાં પ્રકાશિત ઓરિજિનલ ફોટો મળી આવ્યો હતો. આ ઓરીજીનલ ફોટોમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની એક પુસ્તક વાંચતી જોવા મળે છે. તેના પર પીએમ મોદીની તસવીર છપાયેલી છે અને મોદી @20 લખેલું છે.
આ મામલે વધુ તપાસ કરવા માટે અમે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીના સોશિયલ મીડિયા એકાઉન્ટને સ્કેન કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન અમને સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કરાયેલ ઓરીજીનલ તસવીર પણ મળી આવી હતી. જેને 18 સપ્ટેમ્બર 2022ના રોજ શેર કરવામાં આવી હતી.
તો સાથે સાથે અમે જે પુસ્તકનું શીર્ષક વાયરલ તસવીરમાં દેખાય રાહુલ ગાંધીના ડે-ટુ-ડે શેડ્યૂલ 2022-2023 વિશે તપાસ કરવાનું શરૂ કર્યું. અમને એવું કોઈ પુસ્તક મળ્યું નથી. પછી અમે મોદી @20 વિશે સર્ચ કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન અમને 15 માર્ચ 2022 ના રોજ હિન્દુસ્તાન ટાઇમ્સની સત્તાવાર વેબસાઇટ પર પ્રકાશિત આ પુસ્તક સંબંધિત અહેવાલ મળી આવ્યો છે. રિપોર્ટ મુજબ પુસ્તકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 20 વર્ષ વિશે જણાવવામાં આવ્યું છે. આ પુસ્તક એમેઝોન પર પણ ઉપલબ્ધ છે.
વધુ વિગતો માટે અમે ઉત્તર પ્રદેશ ભાજપના પ્રવક્તા અવનીશ ત્યાગીનો સંપર્ક કર્યો. તેઓએ અમને કહ્યું કે વાયરલ દાવો ખોટો છે. વાયરલ થઈ રહેલી તસવીર એડિટ કરવામાં આવી છે અને ખોટા દાવા સાથે વાયરલ થઈ રહી છે.
અમે ફેસબુક યુઝર કન્હૈયાલાલ મેઘવાલની પ્રોફાઇલ સ્કેન કરી છે. જેમણે ભ્રામક દાવા સાથે તસવીર શેર કરી છે. ફેસબુક પર યુઝરના 869 ફોલોઅર્સ અને લગભગ 5 હજાર ફ્રેન્ડ્સ છે. પ્રોફાઈલ પર આપવામાં આવેલી માહિતી મુજબ યુઝર રાજસ્થાનનો રહેવાસી છે.
નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની તસવીરને લઈને કરવામાં આવેલો દાવો ખોટો સાબિત થયો. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની તસવીર એડિટ કરવામાં આવી છે. મૂળ તસવીરમાં તે પીએમ મોદી સાથે જોડાયેલ પુસ્તક વાંચતી જોવા મળી રહી છે.
- Claim Review : સ્મૃતિ ઈરાની રાહુલ ગાંધીની દિનચર્યાનું પુસ્તક વાંચી રહ્યા છે.
- Claimed By : કન્હૈયાલાલ મેઘવાલ
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.