ફેક્ટ ચેક : PM મોદી સાથે ભગવા પહેરી ઉભેલા UAEના રાષ્ટ્રપતિની વાઈરલ થયેલી તસવીર એડિટ કરેલી
- By: Pragya Shukla
- Published: Oct 13, 2022 at 11:51 AM
વિશ્વાસ ન્યૂઝ (નવી દિલ્હી). આજનો યુગ સોશિયલ મીડિયાનો યુગ છે. જેમાં દરરોજ અનેક ફોટો અને વીડિયો વાયરલ થતા રહે છે. જેમાંથી કેટલાક ફોટો અને વીડિયો જુના અથવા તો તેમાં ફેરફાર કરીને ખોટી રીતે પોસ્ટ કરવામાં આવતા હોય છે. ત્યારે આવો જ એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. હાલમાં સોશિયલ મીડિયા યુઝર્સ પીએમ મોદી અને યુએઈના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન જાયદની તસવીરો વધુને વધુ શેર કરી રહ્યા છે. તસવીરમાં જોઈ શકાય છે કે યુએઈના રાષ્ટ્રપતિએ પીએમ મોદીનો હાથ પકડીને ભગવા રંગના કપડા પહેર્યા છે.
વિશ્વાસ ન્યુઝની તપાસમાં વાયરલ થયેલો દાવો ખોટો નીકળ્યો. વાયરલ તસવીર એડિટ કરવામાં આવી છે. મૂળ ફોટા સાથે છેડછાડ કરવામાં આવી છે. UAEના પ્રમુખ મોહમ્મદ બિન ઝાયેદ મૂળ તસ્વીરમાં સફેદ પોશાક પહેરેલા છે, જેને એડિટ કરીને કેસરી કરવામાં આવ્યો છે.
શું છે વાયરલ પોસ્ટમાં ?
વાયરલ તસવીર શેર કરતાં એક ફેસબુક પેજ કટ્ટરપંથી હિન્દુએ કેપ્શનમાં લખ્યું, “જય શ્રી રામ.” જ્યારે પોસ્ટમાં લખ્યું છે કે, “આ મોદી છે. તેઓ પોતે નકલી ટોપી પહેરતા નથી, પણ શેખોને ભગવા પહેરાવે છે.
સોશિયલ મીડિયા પર અન્ય યુઝર્સ આ પોસ્ટ સાથે સમાન દાવાઓ શેર કરી રહ્યા છે. પોસ્ટનું આર્કાઇવ કરેલ સંસ્કરણ અહીં જોઈ શકાય છે.
તપાસ
વાયરલ તસવીરનું સત્ય જાણવા માટે અમે ગૂગલ રિવર્સ ઈમેજની મદદથી ફોટો સર્ચ કર્યો. આ દરમિયાન વિશ્વાસ ન્યુઝને વર્ષ 2019 માં દૈનિક જાગરણના અહેવાલમાં પ્રકાશિત વાસ્તવિક તસવીર મળી. રિપોર્ટમાં પીએમ મોદી અને UAEના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન જાયદની તસવીરો પ્રકાશિત કરવામાં આવી છે. આ સમાચારમાં UAE અને ભારતના મજબૂત સંબંધો વિશે જણાવવામાં આવ્યું છે.
વધુ તપાસ કરતા વિશ્વાસ ન્યુઝે આ સંબંધિત કીવર્ડ્સ સાથે ગૂગલ પર સર્ચ કરવાનું શરૂ કર્યું. જેમાં વિશ્વાસ ન્યુઝને રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયેદના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર અસલ તસવીર પણ મળી. જેમાં રિયલ ફોટોની સાથે અન્ય ઘણા ફોટો 25 ઓગસ્ટ 2019 ના રોજ ટ્વિટ કરવામાં આવ્યા હતા. તસવીરો શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે, “મોહમ્મદ બિન ઝાયેદે ભારતીય વડાપ્રધાનને મિત્રતા અને સહકારને પ્રોત્સાહન આપવામાં તેમની ભૂમિકા બદલ ઝાયેદ મેડલ એનાયત કર્યો હતો. આ પ્રસંગે તેમની હાજરીમાં મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ નિમિત્તે વિશેષ સ્મારક ટિકિટ બહાર પાડવામાં આવી હતી.
અમારી તપાસ દરમિયાન વિશ્વાસ ન્યુઝને 25 ઑગસ્ટ 2019ના રોજ અરેબિયન બિઝનેસની અધિકૃત વેબસાઇટ પર પ્રકાશિત થયેલી વાયરલ તસવીર પરનો અહેવાલ મળ્યો. મૂળ છબીનો ઉપયોગ કરીને અહેવાલમાં જણાવાયું છે કે રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયેદે પીએમ મોદીને UAEના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ‘ઓર્ડર ઓફ ઝાયેદ’થી સન્માનિત કર્યા છે.
વિશ્વાસ ન્યુઝને વૉઇસ ઑફ અમેરિકાની YouTube ચૅનલ પર 24 ઑગસ્ટ, 2019ના રોજ અપલોડ કરવામાં આવેલ એક વીડિયો મળ્યો. વીડિયોમાં પીએમ મોદી UAEના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયેદ પાસેથી ઓર્ડર ઓફ ઝાયેદ એવોર્ડ મેળવતા જોઈ શકાય છે. આ પછી સ્પષ્ટ થાય છે કે UAEના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયેદ ભગવા નહીં પણ સફેદ કપડા પહેર્યા હતા.
અમે વધુ વિગતો માટે દૈનિક જાગરણનારાષ્ટ્રીય બ્યુરો ચીફ આશુતોષ ઝાનો પણ સંપર્ક કર્યો. તેઓએ અમને કહ્યું કે વાયરલ દાવો ખોટો છે. તાજેતરમાં UAEના પ્રમુખ મોહમ્મદ બિન ઝાયેદ અને PM મોદીની મુલાકાત થઈ નથી. આ ફોટો જુનો છે.
વિશ્વાસ ન્યુઝે તપાસના અંતે આ ફોટો શેર કરતા કરતા પેજની તપાસ કરી. તપાસમાં જાણવા મળ્યું કે આ પેજને 6 હજાર નવસોથી વધુ લોકો ફોલો કરે છે. પ્રોફાઇલ પર આપવામાં આવેલી માહિતી અનુસાર યુઝર રાજસ્થાનનો રહેવાસી છે અને એક વિચારધારાથી પ્રભાવિત છે.
નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં પીએમ મોદી અને યુએઈના રાષ્ટ્રપતિની વાયરલ તસવીરને લઈને કરવામાં આવેલો દાવો ખોટો સાબિત થયો. વાયરલ તસવીર એડિટ કરવામાં આવી છે. મૂળ ફોટો સાથે છેડછાડ કરવામાં આવી છે. UAEના પ્રમુખ મોહમ્મદ બિન ઝાયેદ મૂળ તસ્વીરમાં સફેદ પોશાક પહેરેલા છે, જેને એડિટ કરીને કેસરી કરવામાં આવ્યા છે.
- Claim Review : UAEના શેખ ભગવા કપડા પહેર્યા
- Claimed By : કટ્ટર હિન્દુ સમર્થક
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.