X
X

Fact Check: ગુજરાતની રેલીનો નહીં પંજાબમાં 2021માં યોજાયેલી કિસાન મહાપંચાયતનો વાયરલ વીડિયો

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી માટે રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીથી લઈને ભાજપ સુધી તમામ રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવીને રેલીઓ કરી રહ્યા છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર 52 સેકન્ડનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં લોકોની ભીડ જોઈ શકાય છે. વીડિયોમાં કેટલાક લોકો બસની છત પર બેઠેલા પણ જોવા મળી રહ્યા છે. હવે વીડિયો શેર કરીને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે વીડિયોમાં દેખાતી ભીડ સીએમ અરવિંદ કેજરીવાલની ગુજરાત રેલી દરમિયાનની છે.

વિશ્વાસ ન્યુઝની તપાસમાં વાયરલ થયેલો દાવો ખોટો નીકળ્યો. વાયરલ વીડિયો તાજેતરનો નથી પરંતુ જૂનો છે. વાયરલ વીડિયો પંજાબના મોગા જિલ્લામાં 21 માર્ચ 2021ના રોજ યોજાયેલી કિસાન મહાપંચાયતનો છે, જ્યારે સીએમ કેજરીવાલે ખેડૂતોને સંબોધિત કર્યા હતા. આ વીડિયોને ગુજરાત સાથે કોઈ લેવાદેવા નથી.

શું છે વાયરલ પોસ્ટમાં ?

વાયરલ વીડિયોને શેર કરતા ફેસબુક યુઝર સુશાંત ભરતે કેપ્શનમાં લખ્યું છે કે, ” #Gujarat માં અરવિંદકેજરીવાલ જીની રેલીમાં ભારે ભીડ છે. તંબુની બહારનું ચિત્ર બધું જ કહી દે છે. વાયરલ પોસ્ટનો દાવો અહીં જેવો છે તે રીતે લખવામાં આવ્યો છે. આ વાત સાચી હોવાનું માની અન્ય યુઝર્સ પણ તેને વાયરલ કરી રહ્યા છે.

તપાસ

વાયરલ વીડિયોનું સત્ય જાણવા માટે અમે વીડિયોને ધ્યાનથી જોયો. વીડિયોમાં ઘણા લોકો માથે પાઘડી બાંધેલા જોવા મળે છે, જેનાથી શંકા છે કે તે ગુજરાતનો નથી. અહીંથી અમે અમારી તપાસ આગળ વધારી. અમે વીડિયોને Invid ટૂલમાં અપલોડ કર્યો અને વીડિયોની કેટલીક કીફ્રેમ્સ કાઢી અને તેને ગૂગલ રિવર્સ ઈમેજની મદદથી સર્ચ કરી. અમને 2 ઑક્ટોબર 2022ના રોજ લાલા નામના ટ્વિટર યુઝર દ્વારા વાયરલ વીડિયો અંગે એક ટ્વિટ મળ્યું. ટ્વિટમાં યુઝરે સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોને પંજાબનો ગણાવ્યો છે, જેમાં માર્ચ 2021ની પોસ્ટના સ્ક્રીનશૉટ સાથે વાયરલ વીડિયોનો સ્ક્રીનશૉટ ટ્વીટ કર્યો છે.

તો સાથે સાથે તપાસમાં અમને ટ્વિટર યુઝર જગમોહન કૌશલ દ્વારા 22 માર્ચ 2021ના રોજ કરવામાં આવેલા ટ્વિટમાં વાયરલ વીડિયો પણ મળ્યો, જેમાં લખ્યું હતું કે, ‘પંજાબની મોગા મહાપંચાયતમાં આજે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જીને જોવા માટે મોટી ભીડ એકઠી થઈ હતી. પંડાલ અંદરથી ખીચોખીચ ભરાયેલો હતો, રોડ પણ ખાલી ન હતો.

એ જ રીતે વાયરલ વીડિયો 22 માર્ચ 2021 ના ​​રોજ ભગત સિંહ, AAPian, કિસાન, ફૌજી (ssm) નામના ટ્વિટર હેન્ડલ પર શેર કરવામાં આવ્યો હતો. અહીં પણ વીડિયોમાં દેખાતી ભીડ મોગામાં યોજાયેલી કિસાન મહાપંચાયતની હોવાનું જણાવવામાં આવ્યું હતું.

આ તપાસ દરમિયાન અમને રામ શર્મા નામના ફેસબુક વપરાશકર્તા દ્વારા શેર કરવામાં આવેલો વાયરલ વીડિયો પણ મળ્યો. 21 માર્ચ 2021 ના ​​રોજ વીડિયો શેર કરતા તેમાં પંજાબના મોગામાં યોજાયેલી મહાપંચાયત વિશે કહેવામાં આવ્યું હતું, જ્યાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જોવા માટે મોટી ભીડ આવી હતી અને પંડાલની બહાર લોકો પણ એકઠા થયા હતા.

આ મહાપંચાયત આમ આદમી પાર્ટી પંજાબના ફેસબુક પેજ પર પણ લાઈવ હતી, જે અહીં જોઈ શકાય છે.

વધુ માહિતી માટે અમે પંજાબી જાગરણ મોગાના જિલ્લા પ્રભારી મનપ્રીત સિંહનો સંપર્ક કર્યો. તેની સાથે વાયરલ વીડિયો શેર કર્યો હતો. તેઓએ અમને જણાવ્યું કે આ વીડિયો પંજાબનો છે. આ વીડિયો 21 માર્ચ 2021ના રોજ મોગાના વિધાનસભા મત વિસ્તાર બાઘાપુરાનો છે. વીડિયો ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે.

તપાસના અંતે અમે ખોટા દાવા સાથે વીડિયો શેર કરનાર યુઝરનું સોશિયલ સ્કેનિંગ કર્યું. સ્કેનિંગથી જાણવા મળ્યું કે યુઝર રાજકીય પક્ષ સાથે સંકળાયેલો છે. ફેસબુક પર યુઝરને 2 હજારથી વધુ લોકો ફોલો કરે છે.

નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં દિલ્હીના સીએમ કેજરીવાલની ગુજરાત રેલી અંગે કરવામાં આવેલો દાવો ખોટો નીકળ્યો. વાસ્તવમાં આ વીડિયો પંજાબના મોગા જિલ્લાનો છે, જે હાલમાં ગુજરાતમાં થયેલી રેલીના વીડિયો તરીકે શેર કરવામાં આવી રહ્યો છે.

  • Claim Review : ગુજરાતમાં અરવિંદ કેજરીવાલની રેલીમાં ભારે ભીડ.
  • Claimed By : ફેસબુક યૂઝર- સુશાંત ભારત
  • Fact Check : Misleading
Misleading
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later