ફેક્ટ ચેક: પીએમ મોદીનો 8 વર્ષ જૂનો વીડિયો ખોટા દાવા સાથે થયો વાયરલ, જાણો શું છે સચ્ચાઈ
વિશ્વાસ ન્યૂઝની તપાસમાં પીએમ મોદી અંગે કરવામાં આવેલી પોસ્ટ ખોટી સાબિત થઈ છે. વાયરલ થઈ રહેલો વીડિયો એડિટેડ છે, જેમાં પીએમ મોદીના જૂના ઈન્ટરવ્યૂના એક ભાગને બતાવવામાં આવ્યો છે. વાસ્તવમાં પીએમ મોદીએ કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટ પ્રમાણે હિન્દુ એક ધર્મ નહીં, હિન્દુ જીવન જીવવાની એક પ્રણાલી છે.
- By: Pragya Shukla
- Published: Sep 14, 2022 at 04:54 PM
નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર પીએમ મોદીનો 9 સેકન્ડનો એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં પીએમ મોદી કહી રહ્યા છે કે, હું એ માનવા તૈયાર નથી કે હિન્દુ એક ધર્મ છે. સોશિયલ મીડિયા યૂઝર્સ વીડિયો શેર કરીને દાવો કરી રહ્યા છે કે, પીએમ મોદીએ હિન્દુ ધર્મનું અપમાન કર્યું છે.
વિશ્વાસ ન્યૂઝની તપાસમાં આ દાવો ખોટો સાબિત થયો છે અને પીએમ મોદી સામે આ દુષ્પ્રચાર સાબિત થયો છે. વાયરલ થઈ રહેલો વીડિયો એડિટેડ છે, જેમાં તેમના જૂના ઈન્ટરવ્યૂના અંશને બતાવવામાં આવી રહ્યા છે. વાસ્તવમાં પીએમ મોદીએ કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટ પ્રમાણે હિન્દુ એક ધર્મ નથી, હિન્દુ જીવન જીવવાની એક પ્રણાલી છે.
શું છે વાયરલ પોસમાં ?
ફેસબૂક યૂઝર અંજલી ચૌહાણે ફેસબૂક પર વાયરલ વીડિયોને શેર કરતા લખ્યું છે કે, અમે માનવા તૈયાર નથી કે હિન્દુ એક ધર્મ છે. શ્રી શ્રી શ્રી નરેન્દ્ર મોદી.
તપાસ
આ વાયરલ વીડિયોની તપાસ માટે સૌથી પહેલા કિ વર્ડ વડે સર્ચ કરવામાં આવ્યું. આ દરમિયાન આખો વીડિયો ટાઈમ્સ નાઉની સત્તાવાર યૂટ્યુબ ચેનલ પર મળ્યો. આ વીડિયોને 9 મે 2014ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. વર્ષ 2014માં પીએમ મોદીએ અર્નબ ગોસ્વામીને એક ઈન્ટરવ્યૂ આપ્યું હતું. જેના એક ભાગને એડિટ કરીને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે.
ઈન્ટરવ્યૂનો આ આખો વીડિયો 1 કલાક અને 27 મિનિટનો છે. આ વીડિયોમાં 19મી મિનિટે જોઈ શકાય છે કે, પત્રકાર અર્નબ ગોસ્વામી સવાલ પૂછે છે કે, બીજેપીએ તેમના ઘોષણાપત્રમાં લખ્યું છે કે તેઓ પ્રતાડિત હિન્દુઓ સાથે છે અને તેમને ભારતમાં આશ્રય મળવો જોઈએ. તેના પર હું પૂછવા માગુ છું કે, બીજેપી માત્ર પ્રતાડિત હિન્દુઓની જ કેમ વાત કરે છે? બૌદ્ધ,શીખ,જૈન,ઈસાઈ કે મુસલમાન કેમ નહી?
આ સવાલના જવામાં પીએમ મોદી કહે છે, હું માનું છુ કે આ દેશમાં રહેતા તમામ લોકો અમારા જ છે. સુપ્રીમ કોર્ટ પ્રમાણે હિન્દુ એક ધર્મ નથી, હિન્દુ જીવન જીવવાની એક પ્રણાલી છે, તમે ધર્મની વાત કરી રહ્યા છો, અમે સુપ્રીમ કોર્ટ પ્રમાણે ચાલી રહ્યા છીએ. સુપ્રીમ કોર્ટ પ્રમાણે હિન્દુ જીવનશૈલી છે અને તેમા ન તો શીખનો વિરોધ છે ન તો બૌદ્ધનો.
આ તપાસ દરમિયાન અમને આ વાયરલ દાવા સંબંધિત એક ન્યૂઝ રિપોર્ટ Mumbai Mirrorની વેબસાઈટ પર 8 મે 2014ના રોજ પ્રકાશિત થયેલી મળી. રિપોર્ટમાં પણ આ જ માહિતી
આપવામાં આવી છે.
આ વાતની વધુ માહિતી માટે અમે બીજેપી પ્રવક્તા વિજય સોનકરનો સંપર્ક કર્યો. તેમણે અમને જણાવ્યું કે, આ વાયરલ પોસ્ટ ભ્રામક છે. પીએમ મોદીને જૂના વીડિયોને દુષ્પ્રચારના ઈરાદે એડિટ કરીને વાયરલ કરવામાં આવી રહ્યો છે. અમે આવા લોકો સામે કાર્યવાહી કરીશું.
તપાસના અંતે વિશ્વાસ ન્યૂઝે ફેક દાવાને શેર કરનાર યૂઝર અંજલી ચૌહાણના ફેસબુક હેન્ડલની તપાસ કરી. તપાસમાં જાણવા મળ્યું કે તેના ફેસબુક પર સાડા ચાર હજાર ફ્રેન્ડ છે.
निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં પીએમ મોદી અંગે કરવામાં આવેલી પોસ્ટ ખોટી સાબિત થઈ છે. વાયરલ થઈ રહેલો વીડિયો એડિટેડ છે, જેમાં પીએમ મોદીના જૂના ઈન્ટરવ્યૂના એક ભાગને બતાવવામાં આવ્યો છે. વાસ્તવમાં પીએમ મોદીએ કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટ પ્રમાણે હિન્દુ એક ધર્મ નહીં, હિન્દુ જીવન જીવવાની એક પ્રણાલી છે.
- Claim Review : હું એ માનવા તૈયાર નથી કે હિન્દુ એક ધર્મ છે- પીએમ મોદી
- Claimed By : અંજલી ચૌહાણ
- Fact Check : Misleading
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.