Fact Check : તેજસ્વી યાદવને પુષ્પગુચ્છની જગ્યાએ પેન-બુક આપવાનો વીડિયો ખોટા દાવા સાથે વાયરલ
વિશ્વસ ન્યૂઝની તપાસમાં આ વાયરલ સમાચાર ખોટા સાબિત થયા છે. તેમને પેન અને પુસ્તકો એટલા માટે ભેટમાં આપી રહ્યા છે, કારણ કે લોકોને આવું કરવાની અપીલ ખુદ તેજસ્વી યાદવે કરી હતી.
- By: Ashish Maharishi
- Published: Sep 4, 2022 at 02:24 PM
- Updated: Sep 4, 2022 at 06:05 PM
નવી દિલ્લી: બિહારના ડેપ્યૂટી સીએમ તેજસ્વી યાદવનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં તેમને લોકો દ્વારા પેન અને બુક આપતા જોઈ શકાય છે. સોશિયલ મીડિયા યૂઝર્સ તેને એવા દાવા સાથે વાયરલ કરી રહ્યા છે કે, ઓછું ભણેલા હોવાને કારણે લોકો તેને પેન અને બુક આપી રહ્યા છે. વિશ્વાસ ન્યૂઝ દ્વારા આ વાયરલ વીડિયોની તપાસ કરવામાં આવી. જેમાં આ વીડિયોમાં કરવામાં આવતો દાવો ખોટો સાબિત થયો. હકિકતમાં તેજસ્વી યાદવે પોતે લોકોને અપીલ કરી છે કે, તેમને ફુલના બુકેની જગ્યાએ પેન,બુક કે કોપી ભેટ કરવામાં આવે, જેથી તેનો સાચો ઉપયોગ થઈ શકે.
વીડિયો કેમ થઈ રહ્યો છે વાયરલ
ફેસબૂક યૂઝર મહન્ત થાનાપતિ દૂર્વાસાનંદ સરસ્વતીએ 24 ઓગસ્ટના રોજ એક વીડિયોને અપલોડ કરતા સમયે દાવો કર્યો, બિહારના ડે.સીએમની આનાથી મોટી બેઈજ્જતી શું હોય શકે કે, લોકો હાર,પુષ્પગુચ્છની જગ્યાએ પેન અને કોપી આપી રહ્યા છે, કેમ કે તેઓ જાણે છે કે, તે નવમું ધોરણ પાસ છે. આ પબ્લિક છે બધું જાણે છે.
ફેક્ટ ચેકના ઉદેશ્યની આ પોસ્ટના કંન્ટેટને અહીં જેમનું તેમ લખવામાં આવ્યું છે. તેમને બીજા યૂઝર્સ પણ હાલનો માનીને વાયરલ કરી રહ્યા છે. પોસ્ટના આર્કાઈવ વર્ઝનને તમે અહીં જોઈ શકો છે.
તપાસ
વિશ્વાસ ન્યૂઝે આ સમાચારની સત્યતા જાણવા માટે સૌથી પહેલા તેજસ્વી યાદવના સોશિયલ મીડિયા એકાઉન્ટની તપાસ કરવાની શરૂઆત કરી. સૌથી પહેલા તેમના ટ્વિટર હેન્ડલની તપાસ કરવામાં આવી. અમને 16 ઓગસ્ટનું એક ટ્વીટ મળ્યું. તેમાં એક વીડિયો શેર કરતી વખતે તેજસ્વી યાદવ દ્વારા લખવામાં આવ્યું, બધા કાર્યકર્તાઓ,શુભચિંતકો અને સમર્થકોને હાથ જોડીને નમ્ર નિવેદન છે કે, જ્યારે પણ તમે મને મળવા કે શુભકામના પાઠવવા આવો ત્યારે બુકેની જગ્યાએ કોઈ પુસ્તક કે પેન તમારા સ્નેહના પ્રતીક સ્વરૂપે લાવો. આ પુસ્તકો આપણા રાજદ પુસ્તકા લયની ધરોહર છે. ધન્યવાદ સહિત.
તેજસ્વીના જ ટ્વિટર હેન્ડલ પર એક ઓરિજનલ વીડિયો પણ મળ્યો. તેમાં 21 ઓગસ્ટના રોજ અપલોડ કરતા લખવામાં આવ્યું કે, સંતોષ અને ખુશી છે કે, મળવા આવતા લોકો હવે બુકેની જગ્યાએ પેન અને પુસ્તકો લઈને આવી રહ્યા છે.
તપાસ કરતા અમને એબીપી ન્યૂઝની વેબસાઈટ પર એક સમાચાર મળ્યા. 20 ઓગસ્ટના રોજ પબ્લિશ થયેલા આ સમાચારમાં કહેવામાં આવ્યું છે કે, તેજસ્વી યાદવે અપીલ કરી છે કે, મળવા આવતા લોકો પુષ્પગુચ્છની જગ્યાએ પેન કે પુસ્તકો લાવે.
વિશ્વાસ ન્યૂઝે આ તપાસને આગળ વધારતા દૈનિક જાગરણ, બિહારના ડિજિટલ પ્રભારી અમિત આલોકનો સંપર્ક કર્યો. તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું કે, તેજસ્વી યાદવની અપીલ બાદ જ લોકો પેન,કોપી અને પુસ્તકો આપી રહ્યા છે. વીડિયો સાથે કરવામાં આવતો દાવો બિલકુલ ખોટો છે.
તપાસના અંતે ફેસબુક યૂઝર મહન્ત થાનાપતિ દુર્વાસાનંદ સરસ્વતીના સોશિયલ મીડિયાની તપાસ કરવામાં આવી. આ જ એકાઉન્ટ પર વાયરલ વીડિયો શેર કરવામાં આવ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું કે આ એકાઉન્ટ જાન્યુઆરી 2011માં બનાવવામાં આવ્યું હતું. તેને 19 હજારથી વધારે લોકો ફોલો કરે છે.
निष्कर्ष: વિશ્વસ ન્યૂઝની તપાસમાં આ વાયરલ સમાચાર ખોટા સાબિત થયા છે. તેમને પેન અને પુસ્તકો એટલા માટે ભેટમાં આપી રહ્યા છે, કારણ કે લોકોને આવું કરવાની અપીલ ખુદ તેજસ્વી યાદવે કરી હતી.
- Claim Review : લોકો બિહારના ડે. સીએમને બુકેની જગ્યાએ પેન-કોપી આપી રહ્યા છે, કારણ કે તેઓ જાણે છે કે તેઓ નવમું પાસ છે.
- Claimed By : ફેસબુક યૂઝર મહંત થાનાપતિ દુર્વાસાનંદ સરસ્વતી
- Fact Check : Misleading
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.