X
X

Fact Check: ટીવી તોડવાનો દાવો કરતા પાકિસ્તાની ક્રિકેટ ચાહકોની વાયરલ તસવીર અમદાવાદની છે

વિશ્વાસ ન્યૂઝની તપાસમાં આ દાવો ખોટો સાબિત થયો છે. વાયરલ થઈ રહેલી તસવીર ભારતીય ક્રિકેટ ચાહકોની છે અને ટીવીની તોડફોડની આ ઘટના 2017ની છે, જ્યારે ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાન સામેની હારને કારણે અમદાવાદમાં ક્રિકેટ ચાહકોના ટીવીની તોડફોડ કરવામાં આવી હતી.

  • By: Abhishek Parashar
  • Published: Sep 4, 2022 at 01:30 PM
  • Updated: Sep 8, 2022 at 11:18 AM

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ). ભારત પાકિસ્તાનની મેચ એટલે કે ક્રિકેટ ચાહકો માટેની ફેવરીટ મેચ. લોકો ભારત પાકિસ્તાનની મેચના દિવાના છે. ત્યારે તમે જોયું જ હશે કે ભારત પાકિસ્તાનની મેચ બાદ ટીવી ફોડવાની ઘટના અવાર નવાર પ્રકાશમાં આવતી જ રહે છે. હાલમાં યોજાયેલી ભારત પાકિસ્તાનની મેચમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું. આ મેચ બાદ સોશિયલ મીડિયામાં ટીવી ફોડવાના કેટલાક ફોટો વાયરલ થઈ રહ્યા છે. લોકોનું માનવું હતું કે તે ફોટો પાકિસ્તાનના છે. પરંતુ તે સત્ય નથી. આ વાયરલ થઈ રહેલા ફોટો પાકિસ્તાનના નહીં પરંતુ અમદાવાદના છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ તસવીર એશિયા કપમાં ભારતના હાથે પાકિસ્તાનની હાર બાદ ગુસ્સે ભરાયેલા પાકિસ્તાની ક્રિકેટ ચાહકોની છે. જો કે વિશ્વાસ ન્યૂઝની તપાસમાં આ દાવો ખોટો સાબિત થયો છે. વાયરલ થઈ રહેલી તસવીર ભારતીય ક્રિકેટ ચાહકોની છે અને ટીવીની તોડફોડની આ ઘટના 2017ની છે, જ્યારે ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાન સામેની હારને કારણે અમદાવાદમાં ક્રિકેટ ચાહકોના ટીવીની તોડફોડ કરવામાં આવી હતી.

શું છે આ વાયરલ પોસ્ટમાં

વાયરલ તસવીર (આર્કાઇવ લિંક) શેર કરતાં સોશિયલ મીડિયા યુઝર કેશવ કુમારે લખ્યું, ભારત સામે હાર્યા પછી પાકિસ્તાનમાં ટીવી ફોડી નાખવાના અહેવાલો છે. આ પછી અન્ય ઘણા વપરાશકર્તાઓએ પોસ્ટને શેર કરી અને પછી આ તસવીર વાયરલ થઈ ગઈ.

તપાસ

વાયરલ ઇમેજની રિવર્સ ઇમેજ સર્ચમાં બોમ્બે ટાઇમ્સની ઑફિશિયલ ટ્વિટર પ્રોફાઇલ પરથી જૂન 18, 2017ના રોજ શેર કરવામાં આવેલી ટ્વિટ મળી આવ્યું છે. આ ટ્વીટમાં ઉપયોગમાં લેવામાં આવેલી ચાર તસવીરોમાંથી એક એવી પણ છે જે પાકિસ્તાની ક્રિકેટ ફેન્સના નામે વાયરલ થઈ રહી છે. અન્ય ત્રણ તસવીરો એક જ ઘટનાની અલગ-અલગ ફ્રેમની છે. તો સાથે સાથે આ વાયરલ તસવીરની સાથે ‘ધર્નીધર પાર્લર, ફ્રેશ એન્ડ ફ્રેશ’ લખેલું જોવા મળે છે.

બોમ્બે ટાઈમ્સના ટ્વીટ સાથે આપવામાં આવેલી માહિતીમાં તેને અમદાવાદની જણાવવામાં આવ્યું છે. બંને કીવર્ડ સાથે Google Match સર્ચ કરતાં તે જ સ્થળનો સ્ટ્રીટ વ્યૂ જોવા મળ્યો, જે અમદાવાદ પ્રમુખ સ્વામી મહારાજ માર્ગ પર આવેલું છે. વાયરલ તસવીર અને તે જગ્યાનો સ્ટ્રીટ વ્યૂ સ્પષ્ટપણે જોઈ શકાય છે. જે અમદાવાદ, ગુજરાતમાં આવેલું છે.

પાકિસ્તાની અખબાર ડૉનની વેબસાઈટ પર 20 જૂન, 2017ના રોજ પ્રસિદ્ધ થયેલા અહેવાલ સિવાય અન્ય ઘણા જૂના સમાચાર અહેવાલોમાં પણ આ તસવીરનો અમદાવાદ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે.

વાયરલ તસવીર અંગે અમે ગુજરાતના સ્થાનિક પત્રકાર મેહુલ ઝાલાનો સંપર્ક કર્યો હતો. તેણે પુષ્ટિ કરી કે આ તસવીર અમદાવાદની છે. જ્યારે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ભારત પાકિસ્તાન સામે હાર્યું હતું. એશિયા કપ દરમિયાન 28 ઓગસ્ટે રમાયેલી મેચમાં ભારતે પાકિસ્તાનને પાંચ વિકેટે હરાવ્યું હતું.

ખોટા દાવા સાથે વાયરલ તસવીર શેર કરનાર યુઝરને ફેસબુક પર પાંચ હજારથી વધુ લોકો ફોલો કરે છે.

निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં આ દાવો ખોટો સાબિત થયો છે. વાયરલ થઈ રહેલી તસવીર ભારતીય ક્રિકેટ ચાહકોની છે અને ટીવીની તોડફોડની આ ઘટના 2017ની છે, જ્યારે ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાન સામેની હારને કારણે અમદાવાદમાં ક્રિકેટ ચાહકોના ટીવીની તોડફોડ કરવામાં આવી હતી.

  • Claim Review : ભારત સામે હાર્યા પછી પાકિસ્તાનમાં ટીવી ફોડી નાખવાના અહેવાલો છે
  • Claimed By : કેશવ કુમારે
  • Fact Check : Misleading
Misleading
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later