X
X

Fact Check :સફાઇ કરનાર વ્યક્તિનો એડિટ કરેલો ફોટો ખોટા દાવા સાથે કરેલો પોસ્ટ,આ પહેલા પણ ઘણી વખત વાયરલ બની ચૂક્યો છે

1946 ની એક ફોટોને એડિટ કરીને પીએમ મોદીના રૂપમાં દર્શાવી પોસ્ટ કરવામાં આવેલો છે . અસલી ફોટોમાં પીએમ મોદી નથી.. ઓરિજિનલ ફોટો તો ફોટોગ્રાફર મૈક્સ ડેસ્ફર ને પાડયો હતો.

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ). એક એડિટેડ ફોટો પીએમ મોદીનો દર્શાવી શેર કરવામાં આવ્યો છે. અમને આ ફોટો અમારા ટીપલાઇન નંબર પરથી મળ્યો છે . આ ફેક ફોટો આ પહેલા પણ અનેક વખત સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ચૂક્યો છે . વિશ્વાસ ન્યૂઝે પોતાની તપાસમાં જાણ્યું કે સફાઇ કરતી કોઈ વ્યક્તિનો ફોટો એડિટ કરીને નકલી દાવો કરવામાં આવી રહ્યો છે . અસલી ફોટા સાથે છેડછાડ કરીને તેને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવ્યો છે .

વાયરલ પોસ્ટમાં શું છે?

વિશ્વાસ ન્યૂઝના ટીપલાઇન નંબર +91 95992 99372 પર અમને આ ફોટો ચેક કરવા માટે મળ્યો છે .

શોધ

વાયરલ ફોટોની તપાસ કરવા માટે અમે સૌ પ્રથમ યાંન્ડેક્સ રિવર્સ ઇમેજથી સર્ચ કર્યું હતું. તેમાંથી જાણવા મળ્યું કે આ ફોટો ફેસબુક પર 2013 ,2014 અને 2016માં વાયરલ થઈ ચૂક્યો છે .

ઓલ્ડ ઇંડિયન ફોટોજ નામની વેબસાઇટ પર થી એક ફોટો મળ્યો હતો. તે વાયરલ ફોટો સાથે ઘણો મળતો આવતો હતો .તેમાં લખ્યું હતું કે “ભારતના એક અસ્પૃશ્ય પાસે સાવરણી છે ,જેનો ઉપયોગ તે શેરીઓ અને ઘરોની સફાઇ માટે કરે છે -એસોસીએટેડ પ્રેસ 1946”

આ અને વાયરલ ફોટોનું બેકગ્રાઉન્ડ એક સરખું છે . માત્ર વાયરલ ઇમેજ માં પીએમ મોદીનો ચેહરો લગાવેલો છે.

અને સર્ચ કરવાથી અમને એપી ઇમેજેજની વેબસાઇટ પરથી આ ફોટો જોવા મળ્યો હતો . આ ફોટો પીએમ મોદીનો નહીં,પણ કોઈ બીજા જ શખ્સનો છે. એનએ મુજબ ,ફોટો 2 જૂન 1946ઓ છે . ફોટોગ્રાફરનું નામ મૈક્સ ડેસ્ફર છે.

જનતા કા રિપોર્ટર વેબસાઇટ પર 20 જાન્યુઆરી 2016 પ્રકાશિત અહેવાલ મુજબ ,અમદાવાદના એક કાર્યકર્તાએ વાયરલ ફોટોની સચ્ચાઈ જાણવા માટે RTI દાખલ કરી હતી. તેનો જવાબ મળ્યો હતો “માંગવામાં આવેલી માહિતી રેકોર્ડનો ભાગ નથી ,પરંતુ તે નોંધી શકાય છે કે ફોટો સાથે ચેડાં કરવામાં આવ્યા છે . ફોટોમાં દેખાઈ રહેલી વ્યક્તિ નરેન્દ્ર મોદી નથી”

વન ઇન્ડિયાએ 22 જાન્યુઆરી 2016ના રોજ આ અંગેના સમાચાર પ્રકાશિત કર્યા હતા . તેના મુજબ વાયરલ ફોટો એડિટ કરવામાં આવેલો છે. ઓરિજિનલ ફોટોને ફોટોશોપ કરીને વાયરલ કરવામાં આવ્યો છે .

અમે RTI દાખલ કરવાવાલા કાર્યકર્તાની અમે શોધ કરી . અમને જાણવા મળ્યું કે RTI દાખલ કરવાવાળી વ્યક્તિનું નામ પરાગ પટેલ છે. વધુ વિગતો જાણવા માટે અમે પરાગ પટેલ સાથે વાત કરી હતી . તેમનું કહેવું હતું કે “મે આ ઇમેજની સચ્ચાઈ જાણવા માટે RTI દાખલ કરી હતી . જેના જવાબમાં કહેવામાં આવ્યું હતું કે આ ફોટો એડિટ કરવામાં આવ્યો છે.” તેમણે અમારી સાથે RTIની નકલ પણ શેર કરી હતી . તે નીચે જોઈ શકાય છે.

निष्कर्ष: 1946 ની એક ફોટોને એડિટ કરીને પીએમ મોદીના રૂપમાં દર્શાવી પોસ્ટ કરવામાં આવેલો છે . અસલી ફોટોમાં પીએમ મોદી નથી.. ઓરિજિનલ ફોટો તો ફોટોગ્રાફર મૈક્સ ડેસ્ફર ને પાડયો હતો.

  • Claim Review : પીએમ મોદી નો દુર્લભ ફોટો.
  • Claimed By : વ્હોટઅપ્સ
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later