Fact Check: યૂક્રેનના ઉપરાષ્ટ્રપતિની પત્ની નથી વાયરલ તસવીરમાં દેખાઈ રહેલ સૈનિક, જૂની તસવીર ખોટા સંદર્ભમાં વાયરલ
વિશ્વાસ ન્યૂઝે પોતાની તપાસમાં શોધ્યું કે આ તસવીર જૂની છે. તેને યૂક્રેન-રશિયા યુદ્ધ સાથે કશું લાગતુંવળગતું નથી. અમને જાણવા મળ્યું કે યૂક્રેનમાં ‘ઉપરાષ્ટ્રપતિ’ જેવી કોઈ પોઝિશન નથી.
- By: Pallavi Mishra
- Published: Mar 11, 2022 at 08:18 PM
- Updated: Mar 20, 2022 at 04:16 PM
વિશ્વાસ ન્યૂઝ (નવી દિલ્હી). યૂક્રેન-રશિયા યુદ્ધની વચ્ચે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાં એક મહિલા સૈનિક જોઈ શકાય છે. પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, ‘આ યૂક્રેનના ઉપરાષ્ટ્રપતિની પત્ની છે. તેઓ પોતાની માતૃભૂમિ માટે લડી રહી છે.’ વિશ્વાસ ન્યૂઝે પોતાની તપાસમાં શોધ્યું કે આ દાવો ખોટો છે. આ તસવીર જૂની છે. તેને યૂક્રેન-રશિયા યુદ્ધ સાથે કશું લાગતુંવળગતું નથી. અમે જોયું કે યૂક્રેનમાં ‘ઉપરાષ્ટ્રપતિ’ જેવી કોઈ પોઝિશન નથી.
શું છે વાયરલ પોસ્ટમાં?
ફેસબુક યૂઝર Merges_BTN એ પોતાની ફેસબુક પ્રોફાઈલ ઉપર આ તસવીર પોસ્ટ કરી અને સાથે લખ્યું
જેનો ગુજરાતી અનુવાદ થાય છે “આ યૂક્રેનના ઉપરાષ્ટ્રપતિની પત્ની છે. તેઓ પોતાની માતૃભૂમિ માટે લડી રહી છે. વધુ ઈજ્જત. તેમનો દેશ તેમના માટે બધું જ છે”
તપાસ:
વિશ્વાસ ન્યૂઝે આ તસવીરને ગૂગલ રિવર્સ ઈમેજની મદદથી સર્ચ કરી. અમને આ તસવીર ફોટો એજન્સી Alamy પર 22 ઓગસ્ટ 2021 ના રોજ અપલોડ કરેલી જોવા મળી. તસવીર સાથે ડિસ્ક્રિપ્શન લખેલું હતું, “Kyiv, Ukraine – August 22, 2021: Rehearsal of the military parade on occasion of 30 years Independence Day of Ukraine. Ukrainian female soldier.”
અમને આ તસવીર ફોટો એજન્સી શટરસ્ટોક પર પણ મળી. અહીં પણ તસવીરને 22 ઓગસ્ટ 2021 ના રોજ અપલોડ કરવામાં આવી હતી. પોસ્ટ સાથે લખ્યું હતું “Kyiv, Ukraine – August 22, 2021: Rehearsal of the military parade on occasion of 30 years Independence Day of Ukraine. Ukrainian smiling female soldier in military uniform on Khreshchatyk street.”
આ બંને એજન્સીઓ અનુસાર, આ તસવીર Volodymyr Zakharov એ ખેંચી હતી. અમે આ બાબતે Volodymyr Zakharov નો સંપર્ક કર્યો છે. તેમનો જવાબ આવતાં જ આ સ્ટોરીને અપડેટ કરવામાં આવશે.
કીવર્ડ સાચે વડે શોધવા પર અમને જાણવા મળ્યું કે યૂક્રેનમાં વાઈસ પ્રેસિડેન્ટ જેવી કોઈ પોઝિશન નથી. યૂક્રેન કેબિનેટ વિશે વધુ માહિતી આપને અહીં મળી જશે. https://www.kmu.gov.ua/en/team
વિશ્વાસ ન્યૂઝે વાયરલ સ્ક્રીનશોટ શેર કરનાર યૂઝરનું સોશિયલ બેકગ્રાઉન્ડ ચેક કર્યું. Merges_BTN ને 3400 યૂઝર્સ ફોલો કરે છે.
निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝે પોતાની તપાસમાં શોધ્યું કે આ તસવીર જૂની છે. તેને યૂક્રેન-રશિયા યુદ્ધ સાથે કશું લાગતુંવળગતું નથી. અમને જાણવા મળ્યું કે યૂક્રેનમાં ‘ઉપરાષ્ટ્રપતિ’ જેવી કોઈ પોઝિશન નથી.
- Claim Review : This is the wife of the Vice President of Ukraine. She is fighting for her Motherland. Massive Respect.
- Claimed By : Merges_BTN
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.